એક શખ્સે ફોન ઉપર જાનથી મારી નાંખયાની ધમકી આપ્યાની ફરિયાદ હળવદ : હળવદમાં એક કારખાનામાં આપેલા માલના પૈસાની ઉઘરાણી મામલે કારખાનેદારને એક શખ્સે ફોન ઉપર જાનથી મારી નાંખયાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાણેકપર રોડ પર આવેલ શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા અને સીરામીકનો ધધો કરતા ભરતભાઇ રણછોડભાઇ કાનેટીયા (ઉ.વ..૫૦)એ આરોપી કરશનભાઇ લાલજીભાઇ પટેલ (રહે હાલ હળવદ આઇ.ટી.આઇ) સામે ફરિયાદ નોંધાવી હતી કે , તા.૧૩ ના રોજ રાતના સવા નવેક વાગ્યાના સુમારે આરોપીને તેના ભાઇ સુખદેવભાઇ સાથે ભાયુ ભાગ બાબતે મનદુખ હોય અને ફરીયાદી સુખદેવભાઇ સાથે કારખાનમા ભાગીદાર હોય અને આરોપીના ભત્રીજાએ ફરીયાદીના કારખાનમા માલ નાખેલ હોય જેના પૈસા લેવા બાબતેનુ મંનદુખ રાખી આરોપીએ ફરીયાદીને ફોન ઉપર ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.