હળવદ : હળવદના કીડી ગામે અમારા બાપદાદાની જમીનમાં પગ મુકતો નહિ તેમ કહીને યુવાનને બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી દેવેન્દ્રસિહ ઉર્ફે મુનાભાઇ કાથુભા જાડેજા (ઉ.વ.૪૩, રહે.હળવદ વૃદાવન પાર્ક, રાણેકપર રોડ, હળવદ) વાળાએ આરોપીઓ દિનેશભાઇ સોંડાભાઇ, કિશનભાઇ સોંડાભાઇ (રહે. ગામ કીડી, હળવદ) વાળા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે હળવદના કીડી ગામની સીમમા ફરીયાદી પોતાના ખેતરમા ખેતીના કામે આવેલ ત્યારે આ કામના બંને આરોપીઓ ફરીયાદી પાસે આવી ફરીને કહેલ કે આ જમીન અમારા બાપ-દાદાની છે. જો આ જમીનમા તમે આવશો તો તમને જીવતા જવા નહી દઇ તેમ કહીને ધમકી આપીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.