હળવદ: સ્વાતંત્ર્ય દિન નિમીત્તે 15મી ઓગસ્ટના રોજ હળવદ તાલુકા કક્ષાની ઉજવણી હળવદ શહેર ની રાજોદરજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે. કોરોના વાઈરસને પગલે સાંસ્કૃતિક કાર્યક્રમો અને વક્તવ્ય યોજાશે નહિ. માત્ર અધિકારીઓ અને લીમીટેડ આમંત્રિતોની હાજરીમા 15મી ઓગસ્ટની ઉજવણી કરવામા આવશે. આ ઉપરાંત ઇન્ચાર્જ મામલતદાર બી.એન કણઝરિયા એ જણાવ્યું હતું કે સ્વતંત્ર પર્વની સાથે-સાથે કોરોના વોરીયસ જે છે અને કોરોનાથી સંક્રમિત થયા હોય અને કોરોના ને મહાત આપી પરત ફર્યા હોય તેવા કર્મીઓને પણ આમંત્રિત મહેમાનો ના હસ્તે સન્માનિત કરવામાં આવશે.