હળવદ : હળવદ નજીક પોલીસે બાતમીના આધારે કોલ્ડ્રિકસની દુકાનમાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે દુકાનદારની ધરપકડ કરી હતી. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબી ચોકડી બાલાજી કોલ્ડ્રીંકસ ખાતે આરોપી કમલભાઇ પરશુરામભાઇ શર્મા (શર્માજી)ના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં રેઇડ કરીને વેચાણ કરવાના ઇરાદે રાખેલી ઈંગ્લિશ દારૂની કુલ ૮ બોટલની કી.રૂ. ૩૨૦૦ મળી કુલ કી. રૂ. ૩૨૦૦ના મુદામાલ સાથે આરોપી કમલભાઇ પરશુરામભાઇ શર્માને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate