જીલ્લા કક્ષાના ચિત્ર સ્પર્ધામાં દર્શન ચાવડાએ પ્રથમ નંબર મેળવ્યો હળવદ: આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ માળીયા તાલુકાના સરવડ ગામે યોજવામાં આવ્યો હતો જેમાં હળવદ શહેરની શાળા નંબર-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કૌશલ્યો જેવાકે ચિત્રકલા, કાવ્યગાન,નિબંધ અને વકૃત્વને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તે માટે દર વર્ષે કલા ઉત્સવ યોજવામાં આવતો હોય છે જેથી આ વર્ષે પણ'આઝાદીકા અમૃત મહોત્સવ'ની ઉજવણીના ભાગરૂપે કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ માળિયા તાલુકાના સરવડ ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી બાળકોએ ભાગ લીધો હતો. આ કલા મહોત્સવમાં સી.આર.સી હળવદ-1ની નીતાબેન જગદીશભાઈ ત્રિવેદી પે.સેન્ટર શાળા નંબર-1માં અભ્યાસ કરતા દર્શન પરસોતમભાઈ ચાવડાએ અગાઉ તાલુકા કક્ષાએ ચિત્રકલામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જિલ્લાના કક્ષાએ તાલુકાનુ પ્રતિનિધિત્વ કરેલ ત્યાં પણ ચિત્રકલાની સ્પર્ધામા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાનું, માતા-પિતાનુ અને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ તકે જિલ્લા.પ્રા.શિક્ષણા ધિકારી મોરબી તરફથી પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવેલ તેમજ શાળાના આચાર્ય રણજીતસિંહ સોલંકી,સીઆરસી કો ઓ,એસ.એમ.સી અધ્યક્ષ તથા તમામ સ્ટાફ મિત્રોએ અભિનંદન આપ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..