હળવદ : હળવદના બસ સ્ટેશનમાં મળી આવેલ મોબાઈલ એસ.ટી. વિભાગના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને પી. ડી. રબારીને મળી આવેલ તે મોબાઈલ મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યો હતો. હાલમાં પ્રામાણિકતાનો કિસ્સો છોટા કાશી તરીકે જગવિખ્યાત એવા હળવદ ગામમાં સામે આવ્યો છે. જેની વિગત આ પ્રમાણે છે હળવદના લલિતભાઈ ઈશ્વરભાઈ દલવાડીનો મોબાઈલ ખોવાયેલ હતો. જે મોબાઈલ હળવદ એસ.ટી બસ સ્ટેશન ખાતે હળવદ એસ.ટી.ના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને એસ.ટી. વિભાગના કર્મચારી પી. ડી. રબારીને મળી આવ્યો હતો. ત્યારે બંને નિષ્ઠાવાન કર્મચારીઓએ મૂળ માલિકને શોધવા મહેનત આદરી હતી. બાદમાં મળી આવેલ મોબાઈલ લલિતભાઈનો હોય, તે અંગે ખાતરી કરી હતી. મૂળ માલિકને શોધી અને મોબાઈલ પરત કરેલ હતો ત્યારે આ પ્રામાણિકતાના કિસ્સાની નોંધ લઈ હળવદ નગરજનોએ એસ.ટી. કર્મચારીઓને પ્રામાણિકતા બદલ સોસીયલ મીડિયાના માધ્યમ થકી વધાવ્યા હતા.