હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામમાં મિશન મંગલમ્ યોજના હેઠળના સ્વસહાય જૂથના બહેનોને રેકઝિન બેગની તાલીમ તા. ૮/૦૧/૨૦૨૧ થી ૨૨/૦૧/૨૦૨૧ એમ ૧૫ દિવસની આપવામાં આવી હતી. જેમાં ૩૦ બહેનો સહભાગી થયા હતા. આ તાલીમ નાબાર્ડ-અમદાવાદની સહાયથી દિવ્ય જ્યોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ મોરબી દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન ટ્રાવેલિંગ બેગ, સ્કૂલ બેગ, ટિફિન બેગ, લેડીસ પર્સ, લેડિસ થેલા વગેરે બહેનોને બનાવતા શિખવવામાં આવ્યા હતા. આ તાલીમ વર્ગમાં નાબાર્ડ-અમદાવાદના એ.જી.એમ. જયાલક્ષ્મી મહેરદેવી, નાબાર્ડ ડી.ડી.એમ. અરસુ બરનાબાસ, લીડ બેંક મેનેજર જીતેન્દ્ર વાળા, નિવૃત્ત બેંક મેનેજર બીપીનભાઈ સંઘવી, જી.એલ.પી.સી.ના ડી.એલ.એમ. હિમાંશુભાઈ દલસાનીયા, તાલુકા વિકાસ અધિકારી રાવલ સાહેબ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક સાપકડા મેનેજર પઠાણ સાહેબ, સંસ્થાના મંત્રી બાબુભાઈ ગામી તથા ડી. વી. બાવરવા, એ.પી.એમ. અજયભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહી રેક્ઝિન બેગનું પ્રોડક્શન, માર્કેટિંગ તથા બહેનો આ વ્યવસાય દ્વારા આર્થિક રીતે પગભર થાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તાલીમ વર્ગના સમાપન કાર્યક્રમમાં બહેનોએ તેમના પ્રતિભાવમાં જણાવેલ કે આ તાલીમ બાદ અમે રેકઝિન બેગ બનાવી શકીશું અને રોજગારી મેળવીશું અને આર્થિક રીતે પગભર થઈ સકિશું તેવો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.