મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના અલગ-અલગ બે ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને મળેલ હકીકત આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હાના કામનો નાસતો-ફરતો આરોપી ધવલ નરેન્દ્રભાઇ શુકલ (ઉ.વ. 30, રહે. હળવદ જોષીફળી)ને ગઈકાલે તા. 29ના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ હળવદ-મોરબી ચોકડી ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપેલ છે. આમ, છેલ્લા દોઢેક વર્ષથી ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.