રહેણાંક મકાનમાં જુગારનો પાટલો ચાલુ કર્યો હતો : રૂપિયા 79400ની રોકડ કબ્જે કરાઈ હળવદ: ગતરાત્રીના હળવદ પોલીસે બાતમીને આધારે તાલુકાના ઈશ્વરનગર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી આઠ ખેલીઓને ઝડપી લીધા છે. આ ઝડપાયેલ જુગારીઓ પાસેથી રૂપિયા 79,400રોકડ રકમ જપ્ત કરી તમામને હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ પી.આઈ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા,સર્વેલન્સ સ્કવોડના યોગેશદાન ગઢવી, દેવેન્દ્રસિંહ ઝાલા,મુમાભાઈ કલોત્રા,જયપાલસિંહ ઝાલા, વિક્રમભાઈ સિહોરા,ચંદુભાઈ ઠાકોર સહિતના પોલીસ જવાનો ગતરાત્રીના પેટ્રોલિંગમાં હોય ત્યાં મળેલ બાતમીના આધારે ઈશ્વરનગર ગામે રહેતા બીપીનભાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાના ટીચતા મકાન માલિક બીપીનભાઈ ચંદુભાઈ પટેલ રહે. ઈશ્વરનગર, પરસોતમભાઈ મગનભાઈ પટેલ રહે. ઈશ્વરનગર, મનસુખ ભાઈ આંબાભાઈ કાલરીયા રહે. ઈશ્વરનગર, જગદીશભાઈ મગનભાઈ કૈલા રહે. ઈશ્વરનગર, રમેશભાઈ રામજીભાઈ પટેલ રહે.ઈશ્વરનગર, કમલેશભાઈ હરજીભાઈ પટેલને રૂપિયા 79,400 રોકડ સાથે ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..