માથક પાસેથી બે કારમાં 400 લીટર ડીઝલના જથ્થા સાથે 5 શખ્સોની ધરપકડમોરબી : મોરબી અને વાંકાનેર પંથકમાં પાર્ક કરાયેલા ટ્રકમાંથી ડીઝલ ચોરતી ગેંગના પાંચ શખ્સોને હળવદ પોલીસે માથક ગામ પાસેથી ઝડપી લીધા છે. આ સાથે બેકારમાંથી ૪૦૦ લીટર ડિઝલનો જથ્થો પણ મળી આવ્યો છે.હળવદ પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે માથક ગામ પાસેથી રેઇડ કરી એક આઇ20 કાર તથા ઇકો કારમાંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર કિંમત રૂ.૩૫,૦૦૦ના શંકાસ્પદ ચોરીના ડિઝલના જથ્થા સાથે વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઈ પરમાર રહે. ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા, અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા અને કુલદીપસિંહ ભરતભાઈ લકુમ રહે ગામ માથક તા.હળવદ વાળાને પકડી લેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે રૂ.૫,૩૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ આદરી હતી. જેમાં આ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપુર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાની તેઓએ કબુલાત આપેલ છે.આ કામગીરીમાં પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઇ. અજીતસિંહ નટુભા, પી.હેડ.કોન્સ. દિનેશભાઈ હનાભાઈ, લાલભા રઘુભા, હરેશભાઇ ઇન્દુલાલ, શકિતસિંહ બહાદુરસિંહ, પો.કોન્સ. વનરાજસિંહ માલુભા, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયભાઈ મનજીભાઈ, સાગરભાઇ ડાયાભાઇ, યુવરાજસિંહ નીરૂભા, રણજીતસિંહ અરજણભાઇ, કિશનભાઇ ધીરૂભાઇ સહિતના રોકાયેલ હતા.