હળવદ : હળવદ પી આઈ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ હળવદ પી.એસ.આઈ પી.જી. પનારા તથા સ્ટાફના જવાનો દ્વારા દ્વારા દિવાળી નિમિતે શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને વાહન ચેકીંગ ઉપરાંત હળવદ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમની પોલીસની જાણકારી આપવા તથા લૂંટ ,ચોરી કરતી ગેંગથી સાવચેત રહેવાની અપીલ કરી હતી. દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મોઢે માસ્ક પહેરવા ઉપરાંત ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરવું સહિતની બાબતે શહેરીજનોને સાવચેત કરવામાં આવ્યા હતા. શહેરના મેઇન બજાર, સરારોદ, લનાચોક સુધી હળવદ પોલીસ ચાલીને પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમિયાન લોકોને સાવચેત રહેવા સુચનાઓ આપી હતી.પેટ્રોલીંગમાં રહેલ પોલીસ અધિકારીઓ તથા પોલીસ દ્વારા ભીડ ભાડ વાળા વિસ્તારમાં લોકોને એકઠા કરી, વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોને પણ સોશિયલ ડીસ્ટન જાળવવા અપીલ કરી હતી, હાલમાં કોરોના વાયરસ કાળમાં ખરીદી કરવા આવનાર ગ્રાહકોને માસ્ક અવશ્ય પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ હાથ અવાર નવાર સેનેટાઇઝ કરવા પણ સુચનાઓ આપવામાં આવેલ છે. હળવદ પીઆઇ પી એ દેકાવાડીયા.પીએસઆઈ પી.જી. પનારા તથા સટાફના જવાનો પેટ્રોલીંગમાં જોડાયો હતો. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate