હળવદ : હળવદ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે આજરોજ રક્ષા બંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સી ટિમ દ્વારા દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તેઓ સાથે વાતચીત કરી પરિવારના સભ્યની જેમ હૂંફ પુરી પાડવામાં આવી હતી.