હળવદ : આજરોજ મોરબીના હળવદ-માળીયા હાઈવે પર કેદારીયા ગામ અને સુસવાવ વચ્ચેના રસ્તે છકડો પલ્ટી ખાઈ જતા સુસવાવમાં રહેતા પ્રફુલભાઈ મોતીલાલ દુધકિયા (ઉ.વ. 22)નું મોત નીપજ્યું છે. તેમજ બાજુભાઈ રણછોડભાઈ (ઉ.વ. 24)ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસે વિગત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.