દેશહિતના નિર્ણયો લઈને દેશમા શાંતિ અને સુલેહ સ્થાપવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત લઈને પ્રકાશભાઈએ હળવદના હિતના પ્રશ્નોની ચર્ચા કરી હળવદ : હળવદ ધ્રાગંધ્રાના વિકાસ કામો માટે સક્રિય રહેતા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિકાસ કામોની ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત દરમિયાન હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ વિકાસ કામોની લાંબાણપૂર્વક ચર્ચા કહી હતી તેમજ તેમનો હળવદ ધ્રાગંધ્રા મત વિસ્તાર કચ્છને અડીને આવેલો હોય હળવદ ધ્રાગંધ્રા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો કેવી રીતે કરી શકાય તેની પણ ચર્ચા કરી હતી. જ્યારે હળવદ સાયન્સના રિઝલ્ટમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવેલું તે બદલ અમિતભાઇ શાહે અભિનંદન પાઠવ્યા હતા.તેમજ પ્રકાશભાઈએ હળવદ એકપણ જગ્યાએ નોનવેજની લારીઓ ન હોવાનું ધ્યાનમાં મુકતા કેન્દ્રીય ગૃહમંત્રી આ બાબતની સરહના કરી હતી. હળવદના ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા દેશ હિતમાં લેવાયેલા નિર્ણયોની સરહના કરી સરદાર વલ્લભભાઈ પટેલ પછી જો કોઈ મક્કમ કેન્દ્રીય ગૃહમંત્રી મળ્યા હોય તો તે અમિતભાઈ શાહ હોવાનું જણાવ્યું હતું. કારણ કે તેમના દ્વારા કાશ્મીરમાં 370ની કલમ હટાવવા સહિતના દેશહિતના નિર્ણયો લેવાયા છે. આ દેશહિતના નિર્ણયો લઈને દેશમા શાંતિ અને સુલેહ સ્થાપવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની શુભેચ્છા મુલાકાત લઈને પ્રકાશભાઈએ હળવદના હિતના પ્રશ્નોની ચર્ચા કરી હતી.