હળવદ માર્કેટ યાર્ડમાં ૧૫મી ઓગસ્ટના દિવસે સાદાઈથી ધ્વજવંદન કરવામાં આવશે હળવદ : સાતમ-આઠમના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોમાં જન્માષ્ટમી ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જો કે આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેમ છતાં પણ લોકો પોતાના પરિવાર સાથે મિત્રો, સ્નેહીઓ સાથે તહેવારની ઉજવણી કરવા ઉત્સુક બન્યા છે. સાથે જ ઉત્સવપ્રેમીઓ તહેવારોની રજાઓની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવનાર પર્વને ધ્યાને લઇ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા હળવદ યાર્ડને આઠ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં તારીખ ૯ થી ૧૬ સુધી માર્કેટયાર્ડમાં હરાજી સંપૂર્ણ બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાને લઇ હળવદ માર્કેટ યાર્ડ દ્વારા માર્કેટયાર્ડમાં આઠ દિવસની રજા જાહેર કરાઇ છે. જેમાં તારીખ ૯ થી ૧૬ સુધી હળવદ માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધ રહેશે. જ્યારે તારીખ ૧૭થી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે. જેની હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકાઓમાંથી જણસો વેચવા આવતા ખેડૂતોને નોંધ લેવા માર્કેટયાર્ડ દ્વારા જણાવાયું છે.