માળીયા : માળીયા હળવદ હાઈવે પર ધનાળાના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામે આજે બપોરના અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારનુ અચાનક ટાયર ફાટતા કાર ડિવાઈડર ઠેકી હાઈવેની બીજી સાઈડ જતી રહેતા ગંભીર અકસ્માત સહેજમાં અટક્યો હતો.https://youtu.be/5psfPbfWkm8?si=kOSKvLRL75itgsE2આ સમગ્ર ઘટનામાં માળીયા હળવદ હાઈવે પર ધનાળાના પાટીયા પાસે આવેલ પેટ્રોલપંપ સામે અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી કારનુ ટાયર ફાટતા કાર ડિવાઈડર ઠેકી ગઈ હતી. હાઈવેની બીજી સાઈડ કોઈ વાહન ન આવતુ હોવાથી ગંભીર અકસ્માત થતા અટકયો હતો. જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદથી માળીયા તરફ જતી કારમાં ઓક્સિજન પર રહેલા દર્દી સાથે અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. કારનું ટાયર ફાટયા બાદ કાર રોંગ સાઈડમાં ઠેકી જતા થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, મહીલા ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ સમયસર મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી. આ ઘટના અંગેનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.