પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામમાં પોલીસ દ્વારા સરકારી ખરાબામાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે તા. 17ના રોજ સુખપરની ગામમા ગરતી તળાવના કાંઠે આરોપીઓ શ્રવણ ઉર્ફે લાખા મનસુખભાઈ સજાણી, મુકેશભાઈ અવચરભાઈ ચારોલા, સંજયભાઈ ગુગાભાઈ જરવરીયા, વજાભાઈ દશરથભાઈ સજાણી અને સંજયભાઈ સવજીભાઈ ઝિંઝુવાડીયા પોતાના કબ્જા ભોગવટા વાળી સરકારી ખરાબાની જગ્યામા પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડા દરમ્યાન ગરમ આથો 200 લીટર (કિ.રૂ. 400), ઠંડો આથો 2600 લીટર (કિ.રૂ.5200), ભઠીના સાધનો એલ્યુમીનીયમના 4 બકડીયા (કી.રૂ. 200), પાતલી 4 નળીઓ સાથે ઈંન્ડેન ગેસના 4 બાટલા (કિ.રૂ 4000), ગેશના ચુલા 4 રેગ્યુલેટર નળી સાથે (કિ.રૂ 800) તથા દેશી દારૂ આશરે 200 લીટર (કિ.રૂ. 4000) તથા મારૂતી સુઝુકી અલ્ટો કાર નં-GJ-13-AM-7178 (કિ.રૂ 1,50,000) મળી કુલ કિ.રૂ. 1,64,600 ના મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓને પકડી તેની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.