હળવદ : હળવદ પાસે વીરજી વાવમાં ડૂબી જતા એક આધેડનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. હળવદમાં સુમરાવાસ ધ્રાંગધ્રા દરવાજાની અંદર રહેતા રફીકભાઇ અબ્દુલભાઇ લોલાડીયા (ઉ.વ. 52) ગઈકાલે તા. 17ના રોજ હળવદના સરા નાકા પાસે આવેલ વીરજી વાવમાં હાથ-પગ ધોવા ગયા હતા. ત્યારે અકસ્માતે વાવમાં પડી ગયા હતા. તેથી, વાવમાં ભરેલ પાણીમા ડુબી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.