સબ સ્ટેશનમાં સમાર કામને પગલે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજગ્રાહકોને વીજ પુરવઠો નહીં મળે હળવદ : હળવદ શહેરમાં સબ સ્ટેશનનું કામ કરવાનું હોવાથી આગામી તા.22ના રોજ હળવદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર તેમજ તા 23ના રોજ માલણીયાદ સબ સ્ટેશન હેઠળના તમામ ફીડરમાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે જેથી આ બન્ને દિવસ લોકોને કાળઝાળ ગરમીમાં પરસેવો પાડવો પડશે. પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવાયા મુજબ હળવદમાં 66 કેવી સબ સ્ટેશનમાં અગત્યનું કામ કરવાનું હોવાથી તા.22ના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ૬૬ કેવી રાણકપરના તમામ ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં રાણેકપર રોડ હળવદ શહેર રાણેકપર,માનસર,રણજીતગઢ,કેદારીયા તેમજ અન્ય ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. ઉપરાંત તા.23ના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી 66 કેવી માલણીયાદના તમામ ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં એંજાર જેજીવાય,માલણિયાદ,નવા ઇશનપુર,જૂન ઇશનપુર,નવા વેગડવાવ,જૂના વેગડવાવ અને અન્ય ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.મેઇન્ટેનન્સની કામગીરી પૂરી થતાં કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.