કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે માટીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હળવદ : ઉનાળાની કાળઝાળ ગરમીની શરુઆત થતા માણસો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમ અબોલ પક્ષીઓ પણ ઉનાળાની ગરમીમાં પરેશાનીનો સામનો કરતા હોય છે ત્યારે તેમને જરૂરિયાત પ્રમાણે પાણી મળી રહે તેવા આશયથી હળવદ શહેર યુવા ભાજપ પ્રમુખ તપન દવેના જન્મદિવસ નિમિત્તે પક્ષીઓને પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક લોકોને આ ગરમીની શરુઆત થતા પોતાના રહેણાંક અને વ્યવસાયના સ્થળે પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા અનુરોધ કરવામાં આવ્યો છે.