ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેકટરને ચેક અર્પણ કરાયા હળવદ : દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે લોકો યથાશક્તિ મુજબ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઇ રહ્યા છે. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના રાહત ફંડમાં ધનરાશિ વરસાવી રહ્યા છે. ત્યારે હળવદ ભાજપના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા દરેક બુથ વાઈઝ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી રૂ. ૧.૭૫ લાખનું દાન એકઠું કરવામાં આવ્યું હતું. જે રકમ ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 1 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 હજાર રૂપિયાના ચેક મોરબી જિલ્લા કલેકટરને અર્પણ કરવામાં આવ્યા હતા. કોરોનાને લઇ ભાજપના કાર્યકરો દ્વારા પોતાની યથાશક્તિ મુજબ દાન આપવા આવી રહ્યું છે. ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાજપના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા દરેક બુથવાઇઝ કાર્યકરો પાસેથી યથાશક્તિ પ્રમાણે કોરોના સામે લડવા રકમ એકત્રિત કરાઇ હતી. જે એકત્રિત રકમ રૂ, ૧.૭૫ લાખ જેટલી થઇ હતી. જેથી, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઈ પટેલ, ધર્મેશભાઈ જોષી તેમજ હળવદ ભાજપના અગ્રણીઓ દ્વારા રૂ. 1 લાખ પ્રધાનમંત્રી રાહત ફંડમાં અને રૂ. 75 હજાર રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવા માટેના ચેક મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલને અર્પણ કર્યા હતા.