ગોલાસણ ગામના બે યુવાનો જમવા માટે હળવદ આવ્યા..ને કાળ કાળ આંબી ગયો હળવદ : હળવદમાં ગઈકાલે મોડી સાંજે સરા ચોકડી નજીક આવેલ શ્રીજી હોસ્પિટલ સામે બાઈક સવાર બે યુવાનને ટ્રક ચાલકે અડફેટે લેતા એક યુવાનનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે બીજા યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જના ટ્રક ચાલકને ઝડપી લઈ હળવદ પોલીસને સોંપવામાં આવ્યો હતો. બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા વિક્રમભાઈ લાભુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 22 અને તેમનો મિત્ર રણજીતભાઈ ગોરધનભાઈ સુરેલા ઉંમર વર્ષ 23 બંને યુવાનો મોરબી કામ કરતા હોય જેથી ઘરેથી મોરબી જવા માટે નીકળ્યા હતા. સાંજ પડી જતા જમવા માટે હળવદ રોકાયા બાદ જમીને મોરબી તરફ જતા હતા ત્યારે હળવદ શહેરની સરા ચોકડી નજીક આવેલ શ્રીજી હોસ્પિટલ સામે થી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં વિક્રમભાઈ લાભુભાઈને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રણજીતભાઈ ગોરધનભાઈ ને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ શહેરની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક ની લાશને પી.એમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી.જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે બીજી તરફ સાતમ-કઆઠમના તહેવાર ટાણે જ ગોલાસણ ગામે ઠાકોર પરિવારનો જવાનજોધ દીકરાનું અકસ્માતે મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.