હળવદ : તાલુકાના શિવપુર ગામના યુવાને ભારતીય સૈન્યમાં 17 વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત થઈ વતન પરત ફરતા ગામ સમસ્ત દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હળવદ તાલુકાના શિવપુર ગામના હસમુખભાઈ મનસુખભાઇ સદાતીયાએ વર્ષ 2003 સપ્ટેમ્બરમાં ભારતીય સેનામાં ફરજ સ્વીકારી હતી. એક વર્ષ નાસિક ખાતે ટ્રેનિંગ લીધા બાદ 5 વર્ષ જમ્મુ-કાશ્મીર, 8 વર્ષ જાલંધર અને 3 વર્ષ હૈદરાબાદ ખાતે ફરજરત રહ્યા બાદ હાલ ઓક્ટોબર 2020માં કુલ 17 વર્ષની નોકરીગાળો પૂરો કરી નિવૃત થયા હતા. 17 વર્ષ સુધી ભારતીય સેનામાં રહી વિવિધ મોરચે દેશસેવા કર્યા બાદ તેઓ નિવૃત થતા પોતાના માદરે વતન પરત ફર્યા હતા. જ્યાં તેઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate