વૃદ્ધ પાસેથી રોકડ રૂ. 7,400ની લૂંટ ચલાવનાર રિક્ષાચાલક સહિત 2 સામે પોલીસ ફરિયાદ હળવદ : હળવદ તાલુકાના ઘનશયામગઢ ગામના વૃદ્ધને હળવદ શહેરમાં રિક્ષામાં બેસાડી તેમને છરી બતાવી તેઓ પાસેથી રોકડ રૂ. 7,400ની લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં રિક્ષાચાલક અને છરી દેખાડનાર સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગત તા. 3ના રોજ ઘનશ્યામગઢના રહેવાસી બાવલભાઈ નાથાભાઇ ગોપાણી (ઉ.વ. 75) એ હળવદ માર્કેટીંગ યાર્ડ પાસેથી રીક્ષા કરી બેસવા જતા હતા, ત્યારે એક શખ્સે તેમને છરી બતાવી રિક્ષામાં બેસી જવા અને જે હોય તે આપી દેવા કહ્યુ. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ રીતે વૃદ્ધ પાસેથી રોકડ રૂ. 7,400 લૂંટી લીધા. બાદમાં વૃદ્ધને સર્કિટ હાઉસ નજીક રીક્ષામાંથી ઉતારી દીધા હતા. આ બનાવમાં પોલીસે રીક્ષા નં. 0626 અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. તેમજ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate