હળવદ: હળવદમાં મારામારી તથા પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા અને છેલ્લા 3 મહિનાથી નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની સૂચનાથી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડી હળવદ પોલીસને સોંપ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. જાડેજાની સૂચનાથી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા તથા જયેશભાઈ વાઘેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ માસથી ઈંગ્લીશ દારૂના ગુનામાં તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા વિજય જયંતીભાઈ અઘારા, ઉંમર વર્ષ ૩૫ રહે. જુના દેવળિયા, તાલુકો, હળવદ, જીલ્લો મોરબી વાળાને હળવદ-માળીયા હાઈવે પર જુના દેવળીયા ગામની ચોકડી ખાતેથી ઝડપી પાડી હળવદ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. ઉપરોક્ત આરોપીને ઝડપી પાડવા પોલીસે ઇન્સ્પેક્ટર (એલ.સી.બી ) વી.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી, એ.એસ.આઇ. રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઇ મારવાણીયા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ રોકાયો હતો.