હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામની ઉગમણી પાટીમાં ખોડીયાર માતાજીના મંદીર તરફ નદીના કાંઠે જાહેરમાં આરોપીઓ પીન્ટુ ઘનશ્યામભાઇ ખાંભડીયા અને બળદેવભાઇ ઉર્ફે મુન્નો બાબુભાઇએ ગે.કા પાસ પરમીટ વગર દેશી પીવાના દારૂ બનાવવાનો ઠંડો આથો 800 લીટર (કિ.રૂ. 1600) તથા દેશી દારૂ લીટર 23 (કી.રૂ. 460) મળી કુલ કી.રૂ. 2060નો મુદામાલ રાખેલ હતો. પોલીસે રેઇડ દરમ્યાન દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.