હળવદ : હળવદ શહેરમાં વેગડવાવ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે શખ્સોને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 4 મેના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં હળવદ શહેરમાં વેગડવાવ રોડ પર લાડાણીની વાડી પાસે વેગનાર કારના ચાલક અમીતભાઈ દિનેશભાઈ (રહે. રણમલપુર, તા હળવદ)એ કારને જીતેંદ્રભાઈ મનસુખભાઈ વરમોરા (ઉ.વ.૩૯, ધંધો ખેતી, રહે. રણમલપુર)ના બજાજ બાઈક નં. જીજે-૩૬-એન-૩૨૪૫ને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં જીતેંદ્રભાઈને જમણા હાથમા કાંડા પર ફેકચર જેવી ગંભીર ઈજા તથા જમણા પગના ઢીચણ પર સામાન્ય ઈજા પહોંચી હતી. તેમજ તેમની સાથેના ગોપાલભાઈને નાક પર તથા હોઠ પર સામાન્ય ઈજાઓ થઇ હતી. બાદમાં જીતેંદ્રભાઈએ હોસ્પિટલમાં સારવાર લઇ ગઈકાલે તા. 3 જૂનના રોજ હળવદ પોલીસ સ્ટેશન ખાતે કારચાલક અમીતભાઈ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. હાલમાં પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.