હળવદ : તાલુકાના મયુરનગર ગામે સામાન્ય બાબતે મારામારી થઈ હતી. જે બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસમાંથી બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મયુરનગર ગામે રહેતા વિષ્ણુભાઇ હરજીભાઇ કંઝારીયાએ, નાગદાનભાઇ નારાણભાઇ આહીર અને સંજય નારાણભાઇ આહીરને સ્કુલ પાસે કરવામાં આવેલા માટીના ઢગલા ઉપાડી લેવા માટે કહ્યુ હતુ. જે તેઓને સારુ નહી લાગતા ઉપરોક્ત બંને શખ્સોએ વિષ્ણુભાઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી વિષ્ણુભાઇએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવેલ છે. તો સામા પક્ષે નાગદાનભાઇ નારાણભાઇ આહીરે પણ જેરામભાઇ લક્ષ્મણભાઇ અને વિષ્ણુભાઇ હરજીભાઇ સામે ફરીયાદ નોંધાવી છે કે, ખરાવાડમાં ટ્રેકટર પાર્ક કરવાની ના કહેતા ઉપરોક્ત શખ્સોએ તેને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બનાવને લઈને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે આઇપીસી કલમ 506 (2), 504, 114 મુજબ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.