મોરબી : મોરબી એસઓજી ટીમે આજે હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાટણ જિલ્લાના સમી તાલુકામાં નોંધાયેલા વિદેશી દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચના મુજબ મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફના પો.હેડ. કોન્સ.શંકરભાઇ ડોડીયા તથા કિશોરભાઇ મકવાણા તથા ભરતસિહ ડાભી એમ બધા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આજે પો.કોન્સ.ભરતસિંહ ડાભીને ખાનગીરાહે મળેલ હકિકત આધારે પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન પ્રોહી.ગુન્હા.ર.ન.૧૧૧/૨૦૧૭ પ્રોહીકલમ ૬૫એ,ઇ,૧૧૬(બી),૮૧, ૯૮(૨) ના કામે નાસતા ફરતા આરોપી ઠાકરરામ લીછમણારામ ચૌધરી જાતે જાટ ઉવ.૩પ રહે. ૬- ક્લબીયો કિઢાની, મંડાવલા, તા. ગુડમાલાની બાડમેર રાજસ્થાન વાળાને હળવદ તાલુકાના સુખપર ગામે રામદેવ હોટેલ પાસેથી મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ આજરોજ ઘોરણસર અટક કરી સમી પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરી મોરબી એસ.ઓ.જી. પો.હેડ.કોન્સ શંકરભાઇ ડુંગરભાઇ ડોડીયા, કિશોરભાઇ ગોવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ.ભરતસિંહ ભીમભા ડાભી એ કરેલ હતી.