હળવદ : હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૃપ દ્વાર પવિત્ર ધનુર માસ નિમિત્તે વહેલી સવારે સરા નાકે નિયમિત કડવું કરીયાતું, આંબલા / બીટ / હાથલાનું જ્યુસ, સરગવાનું શૂપ, મિક્સ કઠોળ/ફ્રૂટ્સ/ સલાડ,અડિયાનો લાઈવ લચકો, મેથી પાક, બાજરાનો રોટલો, માખણ, ગોળ હળવદની જાગૃત જનતાને આપ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સેવા કાર્યકર્તાઓ, દાતાઓ, ઉદ્યોગપતિ, બિલ્ડર, ડોક્ટર, સીએ, નિવૃત કર્મચારી વેપારી, રાજકીય લોકો, શિક્ષક, પત્રકાર મિત્રો, હોમગાર્ડ જવાન, હરિભક્તો, હળવદ નગરપાલિકા વગેરેએ જહેમત ઉઠાવી હતી.