શહીદ દિનની પૂર્વ સંધ્યાએ જાણીતા કલાકારો લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવશે મોરબી: હળવદમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજ રોજ શહીદ દિનની પૂર્વ સંધ્યાએ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.આ લોકડાયરો હળવદના લક્ષ્મીનારાયણ ચોક ખાતે સાંજે ૯ કલાકે યોજાનાર છે. હળવદ ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમતે પૂર્વ સંધ્યાએ એટલે કે આજે સાંજે ભવ્ય લોકડાયરાનું લક્ષ્મીનારાયણ ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. લોકડાયરમાં હકુભા ગઢવી, મહેમુદ શેખ, હાર્દિક દવે, પ્રિતેશ દવે સહિતના કલાકારો લોકગીતોની રમઝટ બોલાવશે. ઉપરાંત કશ્યપ ઉસ્તાદ, મનીષ ઉસ્તાદ, ભાવિન જાની અને નીરવ રામાનુજ સહિતના સાથી કલાકારો સંગીતના સુર પુરાવશે.આ લોકડાયરમાં પધારવા હળવદ નગરપાલિકા તેમજ હળવદ ભાજપ યુવા મોરચા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.