બે શખ્સોએ લોખડના પાઈપથી હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે દારૂના ધંધાની પોલીસને કેમ બાતમી આપે છે તેમ કહી બુટલેગરોએ યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.જેમાં બે શખ્સોએ યુવાન પર લોખડના પાઈપથી હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા અભેસિંહ પરમાર ઉ.વ.48 નામના યુવાને જુના દેવળીયા ગામના વિજય જયંતી અઘારા તથા એક અજાણ્યા શખ્સ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ફરિયાદી હળવદ તાલુકાના જુનાં દેવળીયા ગામે આવેલ ચોકડીની પાસે ઉભા હતા.ત્યારે આ બન્ને આરોપીઓ તેમના ઉપર લોખડના પાઈપથી હુમલો કરતા અભેસિંહને ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.બાદમાં તેમને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વિજય ઈંગ્લીશ દારૂનો વપેલો કરતો હોય એ દારૂના ધંધની અભેસિંહ પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને બુટલેગરોએ તેમના ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસ આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.