નગર પાલિકાના પુર્વ પ્રમુખ અને આર એસ એસના સ્વંય સેવક અને સામાજીક ક્ષેત્રે હમેશા અગ્રેસર હળવદ : હળવદ ખાતે શરૂ થનાર રાજકોટ નાગરીક સહકારી બેંકના હળવદ શાખાના કન્વીનર તરીકે જાણીતા એડવોકેટ અને પ્રમાણીક નિષ્ઠાવાનની આગવી ઓળખ ધરાવતા વિજયભાઈ જાનીની નિમણુક કરવામા આવી. હળવદમા ટુક સમયમા સહકારીક્ષેત્રે ખ્યાતનામ બેક એવી રાજકોટ નાગરીક સહકારી બેંકની શાખા ખુલનાર છે.આ શાખા ખુલવાના સમાચારથી હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી લહેર દોડી ગઈ છે. હળવદ ખાતે શરૂ થનાર રાજકોટ નાગરીક સહકારી બેંકના હળવદ શાખાના કન્વીનર તરીકે જાણીતા એડવોકેટ અને પ્રમાણીક,કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાનની આગવી ઓળખ ધરાવતા વિજયભાઈ ચંન્દ્રવદનભાઈ જાનીની નિમણુક કરવામા આવી છે. વિજયભાઈની નિમણુકથી સમગ્ર પંથકમા હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. વિજયભાઈ નાનપણ થીજ આર એસ એસના સ્વંય સેવક છે અને સેવાકીય તેમજ સામાજીક ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર હોય છે. આ ઉપરાંત વિજયભાઈ હળવદ બ્રમ્હ સમાજના પ્રમુખ છે.અને પુર્વ નગર પાલિકા પ્રમુખ તરીકે તેમની ખુબ જ લોકચાહના છે.