હળવદ : હળવદના ઉમિયા નગરના વાડી વિસ્તારમાંથી તસ્કરો ૧૧૯ મણ કપાસની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળતી વિગત મુજબ હળવદના ઉમિયા નગરમાં રહેતા નટુભાઈ રમણીકભાઈ કવૈયાની વાડીમાંથી બે માસ પૂર્વે ત ૧૧૯ મણ કપાસ કિમત રૂ.૪૭૬૦૦ ની કોઈ અજાણ્યા શખ્સો ચોરી ગયા હોવાનું જણાવ્યું હતું. વધુમાં નટુભાઈએ બે મહિના સુધી કપાસની શોધ કરી હતી પરંતુ કશું હાથ ન લાગતા અંતે ગઈકાલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.