હળવદ : હળવદ-માળીયા હાઇવે ઉપર ગઈકાલે રાત્રીના કોલસો ભરેલ ટ્રકમાં આગ લાગતા આગને કારણે ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. જાણવા મળ્યા મુજબ ગત રાત્રીના માળિયા હળવદ હાઈવે પર આવેલ ધનાળા ગામના પેટ્રોલપંપ નજીક કોલસા ભરેલી ટ્રકમા અચાનક આગ લાગતા ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાન હાની થઇ નથી. ઘટના અંગે ટ્રક માલિક કાસમભાઈ અબ્દુલભાઈ રે. ભુજ વાળાએ જણાવ્યું હતું કે ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૫૧૭૭ માં કચ્છથી કોલસા ભરીને અમદાવાદ જતા હતા ત્યારે રાત્રીના સમયે ધનાળા ગામ નજીક પેટ્રોલપંપ નજીક ટ્રક ડ્રાઈવર હારૂનભાઈએ ટ્રક ત્યાં રાખીને સુતા હતા તે દરમિયાન રાત્રીના ટ્રકમાં અચાનક આગ લાગી હતી અને આગની જાણ પેટ્રોલપંપના ચોકીદારને થતા તુરંતજ ટ્રક ડ્રાઈવરને ઉઠાડ્યો હતો આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર સ્ટાફે ધટના સ્થળે આવીને તરત જ આગ પર કાબુ મેળવ્યો હતો.