પરિણીતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હળવદ : હળવદમાં મિલ્કતની ભાગ બટાઈની ચાલી રહેલી વાતચીત દરમ્યાન પરિણીતાને બે શખ્સોએ હાથ પડકી બહાર ઢસડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ વીસ ઓરડીમાં રહેતી મનીષાબેન રાજુભાઈ મકવાણા ઉ.વ.22 નામની પરિણીતાએ કેશભાઈ અને અશ્વિનભાઈ કેશભાઈ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે પરિણીતા અને તેના મોટાબાપુ સાથે મિલકત બાબતે ભાગ પડવાની વાતચીત ચાલતી હોય તે દરમ્યાન બન્ને આરોપીઓ ત્યાં આવીને પરિણીતાનો હાથ પકડી બહાર ઢસડી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ મામલે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne