મોરબી : હળવદ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પોતાની જીત અંગે અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા છે. હળવદ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો પર રાજકીય પક્ષોના સ્થાનિક પ્રમુખો અને આગેવાનોએ પોતાના અનુમાનો રજૂ કર્યા છે.ભાજપતાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કંઝારિયાએ જણાવ્યું હતું કે લોકોએ વિકાસના કાર્યોને ધ્યાનમાં રાખીને ઉત્સાહભેર મતદાન કર્યું છે. હળવદ તાલુકામાંથી 3 કેનાલ પસાર થાય છે અને વિકાસના કામોને કારણે મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપ હળવદ તાલુકા પંચાયતની 20 માંથી 20 બેઠકો જીતશે. જ્યારે જિલ્લા પંચાયતમાં પણ 5 માંથી 5 બેઠકો પર ભાજપની જીતનો આશાવાદ છે. કોંગ્રેસશહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ ચૂંટણી અને મતદાનના વલણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે મતદારોમાં નીરસતા જોવા મળી હતી. સતા વિરોધી મતો કોંગ્રેસ અને આપમાં વહેંચાઈ ગયા હોવાનું લાગી રહ્યું છે. હળવદ તાલુકા પંચાયતની 20 માંથી 5 થી 7 બેઠકો પર કોંગ્રેસ જીતશે. જ્યારે જિલ્લા પંચાયતની 5 માંથી 3 બેઠકો પર જીતશે તેવું અનુમાન છે.આમ આદમી પાર્ટીતાલુકા આપ પ્રમુખ ચંદુભાઈ મોરીએ જણાવ્યું હતું કે જનતા હવે ત્રસ્ત થઈ ગઈ છે. મોંઘવારી, ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળવા, વાવણી સમયે ખાતર ન મળવું અને ચાલુ ચૂંટણીએ ખાતરમાં 250 રૂપિયાનો વધારો થવા જેવા મુદ્દાઓથી લોકોમાં નારાજગી છે. લોકો હવે આમ આદમી પાર્ટીને એક લડાયક વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે અને પૂરો વિશ્વાસ મૂક્યો છે. હળવદ તાલુકા પંચાયતની 20 માંથી 13 બેઠકો આપ જીતશે. જ્યારે જિલ્લા પંચાયતની 5 માંથી 3 બેઠકો પર જીતની આશા છે.#MorbiUpdate #Halvad #HalvadTalukaPanchayat #JillaPanchayat #Election2026 #GujaratElections #BJP #Congress #AAP #MorbiNews