હળવદ:હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટીઓની ખાલી જગ્યા ભરવા માંગણી કરવામાં આવતા સરકાર દ્વારા ૩૨ ખાલી જગ્યા સામે ૨૩ તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટી કમ મંત્રીઓની ૩૨ જગ્યા ખાલી પડી હતી જેને પગલે એક-એક તલાટીઓને એકથી વધુ ગામની જવાબદારી આવતી હતી. આ પરિસ્થિતિમાં ગ્રામ્ય કક્ષાએ લોકોની હાલાકી વધતા સરકાર દ્વારા તાજેતરમાં હળવદ તાલુકામાં નવા ૨૩ તલાટીઓની નિમણુંક કરવામાં આવી છે.