પોલીસે એનડીઆરએફની ટીમની મદદ લઈને વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢ્યો હળવદ : હળવદના સુંદરગઢ ગામે વૃધ્ધએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી છે. મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા જેરામભાઈ રવજીભાઈ ચૌહાણ ઉ.વ. ૬૧એ કોઈ કારણોસર બ્રહ્માણી નદીના પુલ પરથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા પોલીસે એનડીઆરએફની ટીમને બોલાવી હતી. આ ટીમે વૃદ્ધના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડયો હતો. હળવદ પોલીસે આ મામલે નોંધ કરીને વૃદ્ધના આપઘાત પાછળનું કારણ શોધવા માટે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.