હળવદ : હળવદમાં પંચમુખી ઢોળો ખાતે રહેતી 13 વર્ષીય દિપીકાબેન સાગરભાઇ કામલપરા એ ગત તા. 17ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવમાં સગીરાની માતા તેઓના પિતાને શોધવા સાથે નહી લઇ જતા મનમા લાગી આવતા સગીરાએ પોતાના ઘરે મકાનમા નેવે લાકડાની ઈંટ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.