હળવદ : હળવદ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટાપાયે ચાલતા રેતી ચોરીના કૌભાંડ પર દરોડાની કાર્યવાહી કરાયા બાદ પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરાયા હતા. જેમને હાલ સોમનાથ ખાતે પોસ્ટિંગ આપી ફરી ફરજ પર લેવામાં આવ્યા છે.હળવદ તાલુકા પીઆઇ એમ.વી.પટેલને ગત તા.૦૫/૦૪/૨૦૨૩ ના રોજ દીજીપીના હુકમથી સસ્પેન્ડ કરી મોરબી જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મુકવામાં આવ્યા હતા. જે મામલે ડીજીપી વિકાસ સહાય દ્વારા ઓર્ડર કરી જણાવાયું છે કે પીઆઇ એમ.વી. પટેલને વધુ સમય ફરજ મોકુફી હેઠળ ચાલુ રાખવા જાહેરહિતમાં યોગ્ય જણાતું નથી. તેમના ફરજ મોકૂફીના કેસની સમીક્ષા કરી તેઓને ફરજ મોકુફી ઉપરથી પુનઃસ્થાપીત કરવાનો નિર્ણય કરવામાં આવે છે. તેઓને જાહેર હિતમાં ગીર સોમનાથ જિલ્લા ખાતે બિનસંવેદનશીલ જગ્યાએ નિમણૂંક આપવાના હુકમ કરવામાં આવે છે.