નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરાયા, નદીના પટમાં ન જવા તંત્રની અપીલમોરબી અપડેટ : હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ રુલ લેવલ મુજબ 100% ભરાઈ ગયેલ છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી જળસ્તર જાળવી રાખવા માટે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. ડેમની સપાટી જાળવવા માટે હાલમાં ડેમનો 1 દરવાજો 6 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે, જેના માધ્યમથી 435 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને પગલે તંત્ર દ્વારા નીચાણવાસમાં આવતા તમામ ગામોના લોકોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. લોકોને આગમચેતીના પગલાં લેવા, નદીના પટમાં કોઈપણ પ્રકારની અવરજવર ન કરવા તેમજ પોતાની માલમિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા માટે અપીલ કરવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાસમાં આવતા કુલ 9 ગામોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. આ એલર્ટ કરાયેલા ગામોમાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોના નાગરિકોને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવા જણાવાયું છે.#MorbiUpdate #Halvad #Brahmani2Dam #MorbiNews #DamAlert #GujaratMonsoon #WaterResources #SafetyAlert