રાજકોટની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વાંશિકાએ સતત બીજી વખત સુવર્ણ ચંદ્રક મેળવી હળવદ પંથકનું ગૌરવ વધાર્યુહળવદ: મૂળ હળવદની વતની અને બૌદ્ધિક ક્ષમતામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દીકરી વાંશિકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે વિજય પતાકા લહેરાવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. વાંશિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પોતાની બુદ્ધિપ્રતિભાનો પરિચય આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ રાજકોટની પ્રતિષ્ઠિત નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી વાંશિકાએ પ્રતિષ્ઠિત 'સ્માર્ટ કિડ જનરલ નોલેજ ઓલિમ્પિયાડ' માં ભાગ લીધો હતો. આ ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, વાંશિકાએ આ સિદ્ધિ સતત 2 જી વખત મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.નાનપણથી જ ભણવાની સાથે સામાન્ય જ્ઞાનના વિષયોમાં ઊંડો રસ ધરાવતી વાંશિકાની આ અસાધારણ સફળતા પાછળ તેની સખત મહેનત, શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનું પ્રોત્સાહન રહેલું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતીને હળવદ પંથક અને રાજકોટ શહેરનું નામ રોશન કરનાર દીકરી વાંશિકા પર હાલ સોશિયલ મીડિયા અને સ્નેહીજનો તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. વાંશિકાની આ સિદ્ધિ માત્ર તેના પરિવારની જ નહીં, પરંતુ સમગ્ર હળવદ અને ગૌરવવંતા ગુજરાતની સફળતા છે. આગામી સમયમાં તે હજુ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.