50થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ તેમજ ગઝલકાર ડો. એસ. એસ. રાહીની પ્રેરક ઉપસ્થિતિહળવદ : હળવદ શહેરની મધ્યમાં આવેલી અને છેલ્લા 20 વર્ષથી કાર્યરત બ્રિલિયન્ટ પ્રાથમિક શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થી સન્માન સમારોહ બ્રાહ્મણ ભોજનશાળા ખાતે શાનદાર રીતે યોજાઈ ગયો. આ કાર્યક્રમ ગુજરાતના નામાંકિત ગઝલકાર ડો. એસ. એસ. રાહી તેમજ હળવદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં શાળાના 50થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ ઉપરાંત શાળાની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શ્રેષ્ઠ પરિણામ લાવનાર 225થી વધુ વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપીને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિવિધ સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય નરેશભાઈ રાવલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષિકા બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં શાળાના સંચાલક રચનાબેન રાવલ તેમજ સુરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનો, અગ્રણીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.#Halvad #BrilliantSchool #Education #MorbiUpdate #StudentAward #CulturalEvent #GujaratNews