હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલ શક્તિ સાગર (બ્રાહ્મણી-2) ડેમ રૂલ લેવલ મુજબ 90 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 617 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા માટે સત્તાવાર ચેતવણી સંદેશ જાહેર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હેઠવાસમાં આવતાં સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મયુરનગર, મિયાણી, ચાડધ્રા, ટીકર અને માનગઢ સહિતના 9 ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ તમામ ગામના લોકોને સાવચેત રહેવા તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવા અને પોતાના માલ-મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા ખાસ અપીલ કરવામાં આવી છે.#MorbiUpdate #Halvad #Brahmani2Dam #ShaktiSagarDam #MorbiRain #MorbiNews #GujaratMonsoon #DamAlert