હળવદ : હળવદનો બ્રહ્માણી-2 (શક્તિનગર) ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમનો એક ગેટ 6 ઇંચ ખોલવામાં આવ્યો છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બ્રહ્માણી-2 ખાતે બે કલાકમાં 40 મીમી અને છેલ્લા 24 કલાકમાં 90 મીમી વરસાદ નોંધાયો છે. જેથી બપોરે બે કલાકે બ્રહ્માણી-2 ડેમ 100 ટકા ભરાતા 436 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.