સમગ્ર મામલે ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરાઈહળવદ: મંગલપુર ગ્રામ પંચાયતમાં યોજાયેલી પંચાયત સભામાં વર્તમાન VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) ને બદલવાનો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય VCE વિરુદ્ધ મળેલી વિવિધ ફરિયાદોના આધારે લેવામાં આવ્યો છે.તા. ૧૯/૦૮/૨૦૨૫ ના રોજ મળેલી પંચાયત સભામાં, ગામલોકો દ્વારા VCE ની અનિયમિત હાજરી, કામ માટે વધુ પૈસા લેવાની અને કામકાજમાં ભેદભાવ રાખવાની ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. આ ફરિયાદો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ VCE ને બદલવાનો નિર્ણય લેવાયો. સભામાં આ ઠરાવને 5 મતોના સમર્થન સાથે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યો, જ્યારે વિરોધમાં 2 મત પડ્યા હતા.આ ઠરાવ પસાર થયા બાદ, VCE ને બદલવાની આગળની કાર્યવાહી માટે આ પ્રસ્તાવને તાલુકા કક્ષાએ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, આ બાબતે ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.