CEIR પોર્ટલની મદદથી હળવદ પોલીસે 3,80,961 રૂપિયાની કિંમતના મોબાઈલ શોધી કાઢી નાગરિકોના ચહેરા પર ખુશી લાવીહળવદ : મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાલક્ષી કામગીરીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ સફળતા મેળવવામાં આવી છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત પોલીસે ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને નાગરિકોના ખોવાયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને મૂળ માલિકોને પરત સોંપ્યા છે.સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના સુપરવિઝનમાં આ વિશેષ કામગીરી કરવામાં આવી હતી. જેમાં હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ નિરુભા જાડેજાએ 'CEIR' (Central Equipment Identity Register) પોર્ટલ પર સતત મોનિટરિંગ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું હતું.હળવદ બીટ અને ઓપી સ્ટાફની ભારે જહેમતના પરિણામે અલગ-અલગ મોડેલના કુલ 19 મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત 3,80,961 રૂપિયા થાય છે, તે શોધી કાઢવામાં આવ્યા હતા. હળવદ પોલીસ સ્ટેશન ખાતે તમામ અરજદારોને બોલાવીને તેમના મોબાઈલ ફોનની ઓળખ કરાવી સન્માનભેર પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા ફોન પાછા મળતા નાગરિકોએ હળવદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસે 'પોલીસ પ્રજાની મિત્ર છે' એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.#Morbi #MorbiUpdate #Halvad #HalvadPolice #MorbiPolice #CEIRPortal #MobileRecovered #GujaratPolice #PublicService #NewsUpdate