હળવદ: મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવી ગુનાઓમાં રિકવર થયેલો મુદ્દામાલ તેના અસલી માલિકને પરત સોંપવા માટે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હળવદ પોલીસે રાણેકપર રોડ પર થયેલી લૂંટના રિકવર થયેલા ₹5,19,800/- ફરિયાદીને પરત આપ્યા હતા. શું હતી સમગ્ર ઘટના?હળવદના રાણેકપર રોડ પર આવેલા આનંદ બંગ્લોઝમાં રહેતા રજનીકાંતભાઇ ભીખાભાઇ દેથરીયા (પટેલ) પાસેથી ગત ડિસેમ્બર માસમાં અજાણ્યા બાઇક સવાર શખ્સોએ આંખમાં મરચું નાખી ₹6,90,000/- ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની સફળ તપાસપી.એસ.આઈ. કે.એચ. અંબારીયા અને તેમની ટીમે આ કેસમાં સઘન તપાસ કરી મોરબીના બે આરોપીઓ રાહુલ ઉર્ફે પિંગરો વિજયભાઈ અને કિશન ભરવાડને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લૂંટની રકમ પૈકી ₹5,19,800/- રિકવર કરવામાં આવ્યા હતા. વધુમાં, લૂંટમાં વપરાયેલ બાઇક અને અન્ય એક ચોરીનું બાઇક પણ કબજે કરવામાં આવ્યું હતું. રૂપિયા પરત સોંપાયાકાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આજે હળવદ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ મૂળ માલિક રજનીકાંતભાઇને આ રકમ પરત કરવામાં આવી છે. પોલીસના આ ત્વરિત અને અસરકારક કામગીરીને પગલે ફરિયાદીએ પોલીસનો આભાર માન્યો હતો. #Halvad #MorbiPolice #GujaratPolice #CrimeNews #TeraTujkoArpan #Recovery #MorbiUpdate #HalvadNews