હળવદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ પોલીસ એક્શન મોડમાં છે ત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામના અનિલ હસુભાઈ ચૌહાણ ઉ.35 નામના શખ્સને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, રાજકોટ, અમદાવાદ, કચ્છ, પાટણ અને જામનગર જિલ્લામાંથી હદપાર કર્યો હોવા છતાં હળવદ - અમદાવાદ હાઇવે પર ત્રણ રસ્તા પાસેથી મળી આવતા હદપારી હુકમના ભંગ સબબ કાર્યવાહી કરી હતી.